ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરતું AMC

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ હાલમાં જ વર્ષ 2023-24નું રૂ. 9482 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એનો ખજાનો ખાલી છે અને રૂ. 500 કરોડથી વધુનાં બિલોની ચુકવણી છેલ્લાં છ મહિનાથી બાકી છે. કોર્પોરેશનના 30,000થી વધુના કર્મચારીઓને બહુ મુશ્કેલથી પગારની ચુકવણી કરી રહ્યું છે.

કોર્પોરેશનનની એક બાજુ આવકમાં વધારો થઈ નથી રહ્યો અને બીજી બાજુ રાજ્ય સરકારથી અપાતી ગ્રાન્ટ સમયસર આપવામાં નથી આવતી. રાજ્ય સરકારે 15 ટકાના વાર્ષિક વધારા સાથે ઓક્ટ્રોયની આવકના બદલામાં રૂ. 100 કરોડ AMCને આપવાનું વચન આપ્યું હતું, પણ બે દાયકા પછી પણ અને ઓક્ટ્રોયની નાબૂદી બાદ ગ્રાન્ટમાં વધારા વગર એક ટકાનો મામૂલી વધારો થયો છે.  

છેલ્લાં કેટલાંક વર્ષમાં ગ્રાન્ટની બાકીની રકમ રૂ. 1000 કરોડથી વધુની થઈ ગઈ છે, પણ AMCને આપવામાં આવેલા વચનની રકમથી અડધાથી પણ રકમ ચૂકવવામાં આવે છે. નાણાકીય વર્ષ 22-23માં AMCને ઓક્ટ્રોયની આવક અંજિત રૂ. 1116 કરોડની ગ્રાન્ટ થતી હતી, પણ વર્ષના અંતે કોર્પોરેશન આશરે રૂ. 700 કરોડ મળ્યા હતા. આમ રૂ. 400 કરોડની આવકમાં ઘટ પડી હતી. અમારે દર મહિને ભીખનો કટોરો લઈને રાજ્ય સરકાર પાસે જવું પડે છે અને કેટલીય વાર ખાલી હાથે પરત ફરવું પડે છે, એમ કમિટીના સભ્યએ જણાવ્યું હતું. આ ઉપરાંત બાકી રહેલા ટેક્સ ભરવા માટે સરકાર વિવિધ યોજનાઓ દ્વારા 100 ટકા વ્યાજમાફીની યોજના લાવવામાં આવે છે, જેમાં રૂ. 3000 કરોડના પ્રોપર્ટી ટેક્સની બાકી સામે સિવિક બોડીને રૂ. 1500 કરોડ વ્યાજના રકમનું નુકસાન થયું છે.

 

 

 

 

A municipal corporation facing severe financial crisis