રાષ્ટ્રગીતનું અપમાન કરવાના આરોપમાં 11 લોકોની ધરપકડ

ભરૂચઃ પોલીસે હાલમાં રાજ્યના ભરૂચ શહેરમાં એક લગ્ન સમારોહમાં રાષ્ટ્રગીતનું અપમાન કરવાના આરોપમાં 11 લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરવામાં આવેલાની ઓળખ અય્યુબ પટેલ (કન્યાના પિતા), ભરૂચ જિલ્લા ભાજપના મહા સચિવ ઝુબેર પટેલ, સલીમ ધીરા, ઇરફાન પટેલ, નાસિર સમનીવાલા, વસીમ નવાબ, ઝુલ્ફીકાર રોકડિયા, જાવેદ ધોલક, સઈડ રોકડિયા (2021માં નગરપાલિકાની ચૂંટણી લડી) અને સરફરાઝ પટેલનો સમાવેશ થાય છે. રાષ્ટ્રગીત ગાતા સમયે આ લોકોમાંથી છ લોકોનાને બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ ગયો છે.

રાષ્ટ્રગીતનું અપમાન કરવા માટે ધરપકડ કરવામાં આવેલા લોકોને B ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને ભરૂચમાં કાર્યકારી મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવશે, જેમને પછીથી છોડી મૂકવામાં આવ્યા હતા. ભરૂચના ભાજપના અલ્પસંખ્યક સેલના અધ્યક્ષ મુસ્તફા ખોડાએ કહ્યું હતું કે અમારી પાસે આ પ્રકારનો એક વિડિયો આવ્યો છે અને માલૂમ પડ્યું છે કે સઈદ રોકડિયા અને જુબેર પટેલ ભાજપના અલ્પસંખ્યક સેલના લોકો જોડાયેલા હતા. અમે પક્ષના સિનિયર નેતાઓને રિપોર્ટ કરીશું અને લેવાનારાં પગલાં પર તેમની સલાહ લઈશું.

ભરૂચ B ડિવિઝનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર યુકે ભવાડે કહ્યું હતું કે આ વિડિયો ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો હતો. અમે 11 લોકોની ધરપકડ કરી છે અને તેમના મોબાઇલ ફોનને જપ્ત કર્યા છે. તેમના મોબાઇલ ફોનની તપાસ માટે FSL લેબ મોકલવામાં આવ્યા છે. લેબનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે ધરપકડ કરવામાં આવેલા લોકોએ કહ્યું હતું કે તેમને રાષ્ટ્રગીત પર લાગુ થતા નિયમોની તેમને જાણ નહોતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]