પરિમલ ગાર્ડનની નજીક દેવ કોમ્પ્લેક્સમાં લાગી આગઃ 50થી વધુ રેસ્ક્યુ

અમદાવાદઃ શહેરમાં પરિમલ ગાર્ડન પાસેના દેવ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રણ વર્ષમાં બીજી વખત મોટી આગ લાગી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર આ આગ કોમ્પ્લેક્સમાં આવેલા ત્રીજા માળે આવેલી ઓફિસોમાં આગ લાગી હોવાની શંકા હતી. આગનો ધુમાડો જોતજોતાંમાં આખા કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયો હતો. આ આગે પછીથી અન્ય ઓફિસોને આગની જ્વાળામાં લપેટી લીધો હતો. આ કારણે કોમ્પલેક્સમાંની દુકાનો અને ઓફિસોમાં નાસભાગ મચી ગઈ છે. ફાયર બ્રિગ્રેડ વિભાગની ટીમ આ આગને કાબૂમાં કરવા માટે કામે લાગી ગઈ છે.

દેવ કોમ્પ્લેક્સમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલાં નવજાત બાળકો તથા માતા સહિત 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે બે લિફ્ટનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.

દેવ કોમ્પ્લેક્સમાં લાગેલી આગથી કર્મચારીઓ જીવ બચાવવા માટે ઉપલા માળે આવેલી ઓફિસમાંથી અગાશી પર જતા રહ્યા હતા. આ આગમાં હજી પણ 20 જણ ફસાયા હોવાની આશંકા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]