રાજ્યના 13 પોલીસ, 1 ફાયર અને 4 હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે

ગાંધીનગરઃ આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે સ્વાતંત્ર્યતા દિવસના એક દિવસ પૂર્વે દેશના પોલીસકર્મીઓને પોલીસ મેડેલ આપવાની જાહેરાત થઈ છે. જેમાં ગુજરાતના 13 પોલીસકર્મીઓ છે. સીઆઈડી ડીન્ટેલીજન્સના પીઆઈ શૈલૈષ રાવલને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે.આ સાથે જ 13 પોલીસકર્મીચારીઓ પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ઇન્ટેલિજન્સ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૌલેષ દેવીપ્રસાદ રાવલને શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે આવતી કાલે (15મી ઓગસ્ટ) વિવિધ મેડલ આપીને સન્માન કરાશે. દેશભરના કુલ 946 પોલીસ કર્માચારીઓનું સન્માન કરવામાં આવશે. આવતી કાલે થનારા સન્માન કાર્યક્રમમાં સન્માનીત થનારા કર્મચારીઓની યાદી બહાર પાડી છે જેમાં દેશભરના કુલ 946 પોલીસ કર્માચીરઓનું સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતના 13 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત 1 ફાયર જવાન અને હોમગાર્ડના 4 જવાનોનું પણ સન્માન કરવામાં આવશે.

પ્રસંશનિય કામગીરી માટે 12 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે જેમની યાદી આ પ્રમાણે છે.
1- શબીર અલી સૈયદ કાઝી, DySP, કચ્છ ગાંધીધાન
2- રજનિકાન્ત લાખાભા સોલંકી, DySP, પેટલાદ ડિવિજન, આણંદ
3- ભરતસિંહ જાડેજા, DySP, આણંદ ડિવિજન, આણંદ
4- આકાશ મનહરભાઇ પટેલ, Asst. પોલીસ કમિશ્નર, ટ્રાફિક બી ડિવિજન, અમદાવાદ
5- પીયુષ પ્રાગજીભાઇ પિરોજિયા, DySP, વેસ્ટર્ન રેલવે અમદાવાદ
6- પ્રતિપસિંહ અજીતસિંહ ઝાલા, DySP,ARMED DySP, પાલિતાણા, ભાવનગર
7- મુકેશચંદ્ર મણીલાલ પટેલ, DySP, ચેલા, જામનગર
8- નેરશકુમાર રનાજી સુધાર, PSI પોલીસ ભવન, ગાંધીનગર
9- લલિતકુમાર રતનાભાઇ મકવાણા, PSI,M.T.O, M.T બ્રાન્ચ, વલસાડ
10- પ્રતાપજી સુખાજી ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ
11-સત્યપાલસિંહ મોહબતસિંહ તોમર, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેર
12-ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ