ગુજરાત સીએમ શપથ સમારોહ LIVE :
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. પાર્ટીએ રાજ્યમાં 156 બેઠકો જીતી. ગુજરાતમાં કોઈપણ પક્ષનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપની આ જીત બાદ સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ભાજપે ચૂંટણી પહેલા જ સીએમ ચહેરા તરીકે તેમના નામની જાહેરાત કરી દીધી હતી.
ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ બીજી વખત ભૂપેન્દ્ર પટેલની તાજપોશી થઈ હતી. ભુપેન્દ્ર પટેલે સોમવારે સીએમ તરીકે શપથ લીધા હતા, આ પહેલા ભુપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં છેલ્લી ટર્મ માટે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત 16 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવા માટે ભાજપે પૂરો પ્રયાસ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો તેમના શપથ ગ્રહણમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ મંત્રીઓએ શપથ લીધા
કેબિનેટ મંત્રી
1- કનુભાઈ દેસાઈ
2- ઋષીકેશ પટેલ
3- રાઘવજી પટેલ
4- બળવંતસિંહ રાજપૂત
5- કુંવરજી બાવળિયા
6- મૂળુભાઈ બેરા
7- ભાનુબેન બાબરીયાથ
8- કુબેર ડીડોર.
રાજ્ય મંત્રી
9- હર્ષ સંઘવી
10- જગદીશ વિશ્વકર્મા
11- મુકેશ પટેલ
12- પુરુષોત્તમ સોલંકી
13- બચુ ભાઈ ખાબડ
14- પ્રફુલ્લ પાનસેરિયા
15- ભીખુસિંહ પરમાર
16- કુંવરજી હળપતિ
BJP's Bhupendra Patel takes oath as the Chief Minister of Gujarat for the second consecutive time. pic.twitter.com/TcWIq5HcYc
— ANI (@ANI) December 12, 2022
શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, યોગી, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, સ્મૃતિ ઈરાની, દુષ્યંત ચૌટાલા, મહેન્દ્ર પાંડે, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા, રઘુવર દાસ, જી કિશન રેડ્ડી, મનોહર લાલ, રાજનાથ સહિત ઘણા નેતાઓ મંચ પર હાજર રહ્યા છે.
Journey of Bhupendra Patel from Memnagar councillor to second-time CM of Gujarat
Read @ANI Story | https://t.co/bgaHeINBMi
#BhupendraPatel #Gujarat #BhupendraPatelOath pic.twitter.com/tBcjHeq0cC— ANI Digital (@ani_digital) December 12, 2022
રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ સાફ કરવા ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું હતું. શનિવારે તેઓ બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા હતા. તેઓ રાજ્યપાલને મળ્યા અને આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પર તેમના પ્રતિસ્પર્ધીને 1.92 લાખ મતોથી હરાવ્યા છે.
અમદાવાદમાં PM મોદીનો રોડ શો
ગુજરાતના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. પીએમ મોદીને જોવા માટે મોડી રાત સુધી લોકોની ભીડ ઉમટતી જોવા મળી હતી. પીએમ મોદીનો મોડી રાતનો શો ઘણો હિટ સાબિત થયો હતો. તે જ સમયે, આ દરમિયાન પીએમ મોદીએ રસ્તાઓ પર ઉભેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને તેમનો આભાર માન્યો.