બજેટ સત્રમાં સરકાર નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરી બજેટ સત્રમાં નવા ડિરેક્ટ ટેક્સ કાયદાનું બિલ રજૂ કરે એવી શક્યતા છે, જેમાં જોગવાઈઓને સરળ બનાવવા પર ધ્યાન આપવામાં આવશે. જે બિનજરૂરી છે, તેમને દૂર કરવામાં આવશે અને ભાષાને સામાન્ય વ્યક્તિને અનુકૂળ બનાવવાના પ્રયાસ કરવામાં આવશે.

નવા ઇન્કમ ટેક્સ કાયદાનો હેતુ આવકવેરા કાયદાને સરળ બનાવવાનો, એને સમજ યોગ્ય બનાવવાનો તથા પાનાંની સંખ્યામાં 60 ટકા ઘટાડો કરવાનો છે. નાણાં મંત્રીએ જુલાઈ, 2024માં રજૂ કરેલા સંપૂર્ણ બજેટમાં છ દાયકા જૂના ઇન્કમ ટેક્સ અધિનિયમ, 1961ની વ્યાપક સમીક્ષા કરવાની ઘોષણા કરી હતી.

નવા ઇન્કમ ટેક્સના કાયદાને બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ એક નવો કાયદો હશે, ના કે હાલના કાયદામાં સંશોધન. હાલના કાયદાના ડ્રાફ્ટ પર કાયદા મંત્રાલય વિચાર કરી રહ્યો છે અને બજેટ સત્રના બીજા ભાગમાં એને સંસદમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.

સરકારે સંકેત આપ્યા હતા કે અધિકારીઓની પેનલ દ્વારા મુસદ્દા કાયદાને જાહેર ટિપ્પણી માટે જારી કરવામાં આવશે. જેથી ટેક્સ પેયર્સ અને એક્સપર્ટ્સના ફીડબેકને આધારે  સંશોધિત કરી શકાય. નાણાં મંત્રાલય અને PMOના અધિકારીઓએ છેલ્લાં છ-8 સપ્તાહમાં પેનલ સાથે મળીને કામ કર્યું છે, જેથી બજેટ રજૂ થાય ત્યાં સુધી એ તૈયાર થાય.

સરકારે કમિટીને કાયદામાંથી શરતો દૂર કરવામાં આવે અને હજ્જારો જોગવાઈ છે, જેને નવા કાયદામાંથી દૂર કરવામાં આવે.