નવી દિલ્હીઃ સોનાના જૂના દાગીના વેચવા માટે મોટા ભાગના લોકો જ્વેલર્સ પાસે જાય છે, પણ જ્વેલર્સ પોતાની મરજી પ્રમાણે જૂના સોનામાં કપાત કરીને પૈસા આપે છે. માહિતી અભાવે ગ્રાહકો યોગ્ય વળતર માગી શકતા નથી. આવી સમસ્યા દૂર કરવા ચીને શાંઘાઈમાં ગોલ્ડ ATM સ્થાપિત કર્યું છે.
આ ATMમાં સોનાના દાગીના સરળતાથી વેચી શકાય છે. સોનું વેચ્યા પછી લગભગ 30 મિનિટમાં સીધા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. આ ATMની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પ્રકારની ઠગાઈની શક્યતા નથી. ચાલો, જાણીએ કે આ મશીન કેવી રીતે કાર્ય કરે છે.
Gold ATMની વિશેષતાઓ
ATM શું સ્વીકારે છે
- સોનાના દાગીના, સિક્કા કે બિસ્કિટ
- ઓછામાં ઓછું વજન: ત્રણ ગ્રામ
- ઓછામાં ઓછી શુદ્ધતા: 50 ટકા
તપાસ પ્રક્રિયા:
- મશીન સોનાને લગભગ 1200°C સુધી ગરમ કરીને પિગાળે છે
- અદ્યતન સેન્સર ટેક્નોલોજીથી શુદ્ધતા અને વજનની તપાસ કરે છે
મૂલ્ય નિર્ધારણ:
- શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જના તાજા દરના આધારે
- પ્રોસેસિંગ ફી કપાઈને બાકી રકમ ચૂકવાય છે
ચૂકવણી પદ્ધતિ:
- સીધી બેંક ટ્રાન્સફર, કોઈ પણ ઓળખપત્ર અથવા દસ્તાવેજની જરૂર નથી
સમય:
- સમગ્ર પ્રક્રિયા ફક્ત 30 મિનિટમાં પૂર્ણ થાય છે
પ્રાપ્ત માહિતી અનુસાર શેનઝેન સ્થિત કિંગહૂડ ગ્રુપ દ્વારા આ Gold-to-Cash મશીન તૈયાર કરવામાં આવ્યું છે, જેને હાલ શાંઘાઈમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનની કાર્ય પદ્ધતિ અત્યંત સરળ અને ટેક્નોલોજીથી સજ્જ છે. યુઝર્સને તેમના સોનાના દાગીના, સિક્કા કે બિસ્કિટ મશીનમાં મૂકવા પડશે. માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું કે સોનાનું વજન ત્રણ ગ્રામથી વધુ અને શુદ્ધતા 50 ટકાથી ઉપર હોવી જોઈએ.
સૌથી ખાસ વાત એ છે કે આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને માત્ર 30 મિનિટમાં પૂરી થાય છે.
