ગાંધીનગર: મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે(16 સપ્ટેમ્બર)ના રોજ આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે બુધવારે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલી બની ગઈ છે.
ગાંધીનગરમાં મહાનગર પાલિકા(GMC)ની 44 બેઠક પર ચૂંટણી યોજાશે. ચૂંટણી સંબંધિત અગત્યની તારીખો નીચે મુજબ છે,
-
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26 સપ્ટેમ્બર
-
ફોર્મ પરત ખેંચવાની તારીખ: 29 સપ્ટેમ્બર
-
મતદાનની તારીખ: 11 ઓક્ટોબર
-
મતગણતરી અને પરિણામ: 13 ઓક્ટોબર
રાજકારણ ગરમાયું
ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને પ્રચારના ધમધમાટ સુધીની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.




