ગુજરાતમાં વરસાદને લઈને ફરી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દવિસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાવમા આવી છે. ત્યારે આવતી કાલે સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને ઠેર ઠેર વિવિધ કાર્યક્રનું આયોજન કરવામા આવ્યું છએ. ત્યારે બીજી તરફ રાજ્યમાં અમુક વિસ્તારોમાં આવતી કાલે વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા લઈને આવતી કાલથી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતી કાલે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે જો કે હવામાન વિભાગે જણાવ્યું હતુ કે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જેથી ભારે વરસાદ નહિ પડે.તેમજ આવતી કાલે રાજ્યનું વાતાવરણ વાદળછાયું રહેશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાવામા આવી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડશે, જન્માષ્ટમીએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. તેઓએ વધુમાં કહ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે.