અમદાવાદ- આધુનિક અમદાવાદી મહિલા વર્તમાન ફેશનના પ્રયોગો કરી રહી છે. અને દેશ વિદેશના વ્યાપક પ્રવાસ કરીને યોગ્ય જાણકારી દ્વારા તે ફેશનની દુનિયાથી સુપરિચિત બની છે. હવે તે ખાસ કરીને લગ્ન જેવા વિશેષ પ્રસંગોએ એક્સક્લુઝિવ ડિઝાઈનર વેર અપનાવવાનું વલણ ધરાવે છે.
અમદાવાદ શહેરમાં ભારતની ઉત્તમ ડિઝાઈન અને ડિઝાઈનર્સ રજૂ કરવાના ભાગ રૂપે યુવા ઉદ્યોગ સાહસિક તાન્યા સિંઘ પુરોહિત અને આલીશા સિંઘ પટેલ દ્વારા “ફ્લેર-ધ મલ્ટી ડિઝાઈનર સ્ટુડિયો”ની રજૂઆત કરવામાં આવી છે.
આ કલાભવનમાં અગાઉ જોવા ન મળ્યા હોય તેવા ડિઝાઈનર્સ અને ક્યુરેશન્સ રજૂ કરવાની ખાત્રી આપે છે અને શહેરમાં ફેશનનો આંક ઉંચો લઈ જવા માટે પ્રયત્નશીલ છે. દેશના પ્રસિધ્ધ ડિઝાઈનર્સ માસાબા ગુપ્તા, નિખલી થમ્પી, પૂજા શ્રોફ, આયુષી ભાસીન જેવા 20 જાણીતા નામ તેમના લેટેસ્ટ ઓકેઝન વેર ફ્લેર ખાતે રજૂ કરશે. આ બુટીક અમદાવાદ શહેરના ફેશન ચાહકોને આકર્ષવા માટે તત્પર છે. આ સ્ટોરનું ઉદ્દઘાટન એચ.પી. સિંઘ (ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી) દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ફેશન ક્ષેત્રે બદલાઈ રહેલા પ્રવાહો અંગે વાત કરતાં તાન્યાએ જણાવ્યું હતું કે “એ વાત સાચી છે કે અમદાવાદીઓ લગ્ન પ્રસંગ તથા અન્ય સમારંભોમાં પરંપરાગત વસ્ત્રો પહેરવાનું વલણ ધરાવે છે, પરંતુ વિતેલા વર્ષોમાં ફેશન અંગેની જાગૃતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. શહેરમાં લક્ઝરી ફેશન ફૂલીફાલી રહી છે અને મહિલાઓ હવે તેમની મનગમતી ડિઝાઈન લેબલના કપડાં માત્ર ખાસ સમારંભોમાં જ નહીં, પણ ડેઈલી વેર તરીકે પહેરતી થઈ છે. આમ છતાં અમદાવાદમાં હાઈ-એન્ડ મલ્ટી-ડિઝાઈનર સ્ટોર્સનો અભાવ છે. ફ્લેર એ અમારૂં એક સપનું છે. અમદાવાદમાં અમે લક્ઝરી પોષાકોનું મક્કા બનીશું.”
તાન્યા અને આલીશા અનુક્રમે એમબીએ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પશ્ચાદ્દ ભૂમિકા ધરાવે છે. એક કદમ આગળ વધીને આ બહેનોએ હવે તેમના પ્રથમ ફ્લેગશીપ સ્ટોર “ફ્લેર-ધ મલ્ટી ડિઝાઈનર સ્ટુડિયો”ની રજૂઆત કરી છે, જેમાં 20 પ્રસિધ્ધ ડિઝાઈનર્સ દ્વારા વિવિધ પ્રસંગોએ પહેરવા માટેના વસ્ત્રોની વ્યાપક રેન્જ જોવા મળશે.
લિશા જણાવે છે કે”અમે ફ્લેરના પ્રારંભ અંગે ખૂબ જ રોમાંચિત છીએ, કારણ કે તે અમદાવાદનો સૌ પ્રથમ મલ્ટી ડિઝાઈનર સ્ટુડિયો છે અને ઘણાં પ્રસિધ્ધ ડિઝાઈનરોના ક્રિએશન્સ રજૂ કરશે. અમદાવાદના શોખીન વેલ ટ્રાવેલ્ડ ફેશન ચાહકોને તેમનો ઉત્તમ અને મનગમતા ડિઝાઈનર ક્રિએશન્સ હવે અમારા લક્ઝરી ફેશન સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે.”