સલમાન ખાનની બહેન અર્પિતાના ઘેર પહોંચ્યાં વિક્કી કૌશલ-કેટરિના

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માના ઘરે ગણપતિ બાપ્પા વિરાજમાન થયા છે, ત્યારે ફિલ્મજગતની અનેક સેલિબ્રિટીઝ અર્પિતા અને આયુષના ઘરે ગણેજીનાં દર્શન કરવા પહોંચી હતી. બોલીવૂડ સ્ટાર કેટરિના કૈફ ને વિક્કી કૌશલનાં લગ્ન પછી પહેલી વાર ગણપતિ પૂજન સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ ખાસ પ્રસંગે તેઓ અર્પિતા ખાન શર્માના ઘરે પહોંચ્યા હતા. આ સ્ટાર કપલની એન્ટ્રી પર દરેક જણની જનર ચોંટેલી હતી.

કેટરિના અનૈ વિક્કી કૌશલ ગણેશોત્સવમાં ટ્રેડિશનલ લુકમાં નજરે ચઢતા હતા. તેઓ હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા હતાં. કેટરિનાએ યલો કલરનું શરારા પહેર્યું હતું, જ્યારે વિક્કી કૌશલે પીળો કુરતો અને ચૂડીદાર પહેર્યું હતું. વિક્કીએ કેટિનાનો હોથ એક પળ માટે પણ છોડ્યો નહોતો, જેને જોઈ ફેન્સ પણ ખુશ હતા.

સલમાન ખાને કેટરિના કૈફને બોલીવૂડમાં પ્રવેશ અપાવ્યો હતો અને પ્રારંભના થોડાં વર્ષો તેણે તેની સાથે ડેટ પણ કર્યું હતું. બંનેએ એકસાથે ‘એક થા ટાઇગર’, ‘ટાઇગર ઝિંદા હે’, ‘મૈનેં પ્યાર ક્યું કિયા’ અને ‘પાટનર’ સહિત અન્ય ફિલ્મો કરી હતી. આ બંને જણે 2019માં એકસાથે ‘ભારત’માં પણ કામ કર્યું હતું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]