આમિરે વિડિયો શેર કરીને માફી માગી, પછી ડિલીટ કર્યો

મુંબઈઃ બોલીવૂડ એક્ટર આમિર ખાન ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને લઈને ઘણો ચર્ચામાં છે. આ ફિલ્મને સોશિયલ મિડિયામાં બોયકોટ થતાં  ફ્લોપ થઈ હતી. જેથી આમિર ખાને સોશિયલ મિડિયા પર ફેન્સથી માફી માગી, પણ આ માફીને કારણે લોકોએ તેને ફરી ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

હાલમાં આમિર ખાન પ્રોડક્શનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર માફી માગવાનો એક વિડિયો જારી કર્યો હતો, પણ એ વિડિયોને થોડી વારમાં ડિલીટ કરવામાં આવ્યો હતો, પણ પછી ફરી એને પાંચ મિનિટ પછી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ જોયા પછી ફેન્સ ફરી એક વાર આમિર ખાન પર ભડકી ગયા હતા. ફેન્સે તેને બીજી વાર ટ્રોલ કરી રહ્યા છે.

આમિર ખાન પ્રોડક્શન દ્વારા જારી કરવામાં આવેલા વિડિયોમાં માફી માગવામાં આવી અને કહેવામાં આવ્યું હતું કે આપણે બધા માણસો છે અને ભૂલ આપણાથી જ થાય છે. ક્યારેક બોલવાથી, ક્યારે હરકતોથી, ક્યારેક અજાણતા, ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં. કયારેક વાત નહીં કરીને. જો મેં ક્યારેય પણ તમારું દિલ દૂભવ્યું હોય તો હું મન વચન અને કાયાથી ક્ષમા માગું છું. મિચ્છામિ દુક્કડમ. આ વિડિયોમાં ના તો આમિર ખાનનો અવાજ છે અને ના તો આમિર ખાનનો ચહેરો.

આમિર ખાન પ્રોડક્શનના સત્તાવાર હેન્ડલથી જ્યાં આ વિડિયો શેર કરવામાં આવ્યો છે, ત્યારથી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યો છે.આ વિડિયોમાં એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે હવે માફી માગવાનો કોઈ ફાયદો નથી. બીજાએ લખ્યું હતું કે માફી ભૂલની હોય છે, ગુનાઓની નહીં.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]