વિવાદોથી બચવા કાર્તિકે કહ્યું, ‘માત્ર કામ પર ધ્યાન આપો’

મુંબઈઃ બોલીવૂડના ચાર્મિંગ એક્ટર કાર્તિક આર્યન ફિલ્મોની સાથે-સાથે વ્યક્તિગત લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફિલ્મજગતમાં ઓન ડિમાન્ડ રહેતા એક્ટર નવી એક્શન થ્રિલર ફિલ્મ ‘ધમાકાટ’ને લઈને ચર્ચામાં છે, જે ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે. કાર્તિક કેટલીય ફિલ્મોના શિડ્યુઅલ પૂરા કરી રહ્યો છે. આ એક્ટરે વિવાદોથી બચવા માટે પોતાની વાત રાખી છે. કાર્તિકે કહ્યું હતું કે કામ પર ધ્યાન આપવું જરૂરી છે.

સિદ્ધાર્થ કન્નના ‘ચેટ શો’માં સામેલ થયેલા કાર્તિકે કહ્યું હતું કે તેમનું ધ્યાન સમસ્યામાં ખુદને સારા બનાવવા પર છે. તેમના કામથી તેમની ક્ષમતાઓ વિશે વાત થાય છે.

હાલમાં વિવાદોથી બચવાના પૂરા પ્રયાસ કરતાં એક્ટરે કહ્યું હતું કે જ્યારે કેટલીક વસ્તુઓ પર તમારો કાબૂ નથી હોતો, ત્યારે એનો પરિવાર પર પ્રભાવ પડે છે. આર્યને જણાવ્યું હતું કે ફેમિલીની ચિંતા જ એકમાત્ર કારણ છે, જેને લઈને તે ચિંતિત થાય છે, બીજી બધી બાબતો તેમના માટે ગૌણ છે. તેણે તેની માતાને સંપૂર્ણ વાત સમજાવવા માટે અનેક વખત પ્રયાસ કર્યા હતા.

આ પહેલાં એક્ટરે પિન્કવિલાની સાથે પહેલા ઇન્ટરવ્યુમાં તેમણે સંઘર્ષના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે તેણે અહીં સુધી પહોંચવા માટે આકરી મહેનત કરી છે. મને માલૂમ છે કે કે મારા કામ પર હંમેશાં વાત થશે અને હું એને ક્રેડિટ આપવા માગીશ. જોકોઈ ક્યાંક કચાશ રહી જશે તો હું તેને સુધારીશ.