ટાઈગર શ્રોફનું ‘વંદે માતરમ’ ગીત 10-ઓગસ્ટે રિલીઝ-થશે

મુંબઈઃ બોલીવુડના એક્શન હિરો તરીકે જાણીતો ટાઈગર શ્રોફ તેની ગાયકી પ્રતિભા પણ રજૂ કરી રહ્યો છે. એણે ગાયેલું સિંગલ, દેશભક્તિ ગીત ‘વંદે માતરમ’ દેશના સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે, 10 ઓગસ્ટે રિલીઝ થવાનું છે. ટાઈગરે આ પહેલી જ વાર હિન્દી ગીત ગાયું છે. આ પહેલાં તે બે અંગ્રેજી ગીત ગાઈ ચૂક્યો છે – ‘અનબિલીવેબલ’ અને ‘કાસાનોવા’.

ટાઈગરે તેના ‘વંદે માતરમ’ ગીતનું મોશન પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે અને લખ્યું છે કે ભારત માટે મારા તરફથી આ ટ્રિબ્યૂટ છે. આ ગીતના નિર્માતા છે જેકી ભગનાની. મ્યૂઝિક વિડિયોનું દિગ્દર્શન કર્યું છે રેમો ડિસોઝાએ અને સંગીત આપ્યું છે વિશાલ મિશ્રાએ. ગીત લખ્યું છે કૌશલ કિશોરે. કોરિયોગ્રાફી કરી છે અંકન સેન, જુલી વૈદ્ય અને રાહુલ શેટ્ટીએ.