આ ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ ડેટ કરે છે એલન મસ્કને, જાણો…

નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલન મસ્ક 2021માં વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ હતા, તેઓ હાલ 27 વર્ષીય ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ નતાશા બેસેટને ડેટ કરી રહ્યા છે. બેસેટના જણાવ્યાનુસાર તે 50 વર્ષીય વ્યક્તિના પ્રેમમાં પડી છે અને તે પણ તેના બેન્ક બેલેન્સને જોઈને નહીં, એમ ડેઇલી મેઇલનો અહેવાલ કહે છે. હાલ, મસ્કની કુલ સંપત્તિ 233 અબજ ડોલરની છે, તેઓ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિઓ પૈકીના એક છે.

બેસેટને હાલમાં અમેરિકાના લોસ એન્જલસમાં મસ્કના ખાનગી જેટ ગલ્ફસ્ટ્રીમમાંથી બહાર નીકળતા જોવામાં આવી હતી. બેસેટને છેલ્લા થોડા સમયથી મસ્કની સાથે જોવા મળી રહી છે. તેઓ બંને પહેલાં માત્ર મિત્રો હતા, પણ પછી તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાની શક્યતા છે. મસ્ક હાલમાં જ ગ્રિમ્સથી અલગ થયા છે, એમ અહેવાલ કહે છે. મસ્કને એક વર્ષનો પુત્ર છે- જે ગ્રિમ્સથી થયો છે અને તેનું નામ X AE A-Xii છે- જે હાલ 33 વર્ષનો છે. તેઓ સપ્ટેમ્બર, 2021માં અલગ થયા હતા.

ગ્રિમ્સનું અસલી નામ ક્લેયર બાઉચર છે. વળી, તે અત્યાર સુધી મસ્કની સાથે રહેતી હતી, એમ મસ્કે ઓક્ટોબરમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી માલૂમ પડે છે. બેસેટ પહેલાં મહાન સિંગર એલ્વિસ પ્રેસ્લીની પહેલી પ્રેમિકા હતા. જોકે તે કહે છે કે એલનને તે પસંદ કરે છે, કેમ કે તે બહુ સ્માર્ટ અને દિલચસ્પ વ્યક્તિ છે.