બોલીવૂડમાં કમબેક કરવા તનુશ્રીએ 15-કિલો વજન ઘટાડ્યું

મુંબઈઃ તનુશ્રી દત્તા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તનુશ્રીએ વર્ષ 2005માં ફિલ્મ ‘આશિક બનાયા આપને’થી હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પહેલી ફિલ્મથી ધમાલ મચાવી હતી. દરેક યુવાઓના દિલમાં પોતાની અદાઓથી તનુશ્રીએ જીતી લીધાં હતાં. આ ફિલ્મમાં ઇમરાન હાશમી અને તનુશ્રીની સારીએવી કેમિસ્ટ્રી જોવા મળી હતી. એ ફિલ્મ પછી તેની કેરિયર વધુ લાંબી ન ચાલી.

તનુશ્રી દત્તા એક ફેમસ બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ રહી ચૂકી છે. તેને 2004માં એક્ટ્રેસે મિસ ઇન્ડિયા યુનિવર્સનો પુરસ્કાર મળ્યો હતો. જોકે તનુશ્રીનો જન્મ જમશેદપુર,ઝારખંડમાં થયો હતો. વર્ષ 2008થી અમેરિકાની ગ્રીનકાર્ડધારક છે. તનુશ્રીની છેલ્લી ફિલ્મ વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. તેણે હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિળ ફિલ્મો પણ કરી હતી. વર્ષ 2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર તનુશ્રીએ એક્ટર નાના પાટેકર પર છેડતી અને ખોટી રીતે ટચ કરવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી તેણે એક ઇન્ટરવ્યુમાં ‘મીટૂ મુવમેન્ટ’નો પ્રારંભ થયો હતો.  જોકે વર્ષ 2010 પછી તનુશ્રી ફિલ્મોથી દૂર થઈ હતી. 

જોકે ફરી એક વાર એક્ટ્રેસ ફિલ્મોમાં એન્ટ્રી કરવા તૈયાર છે, આ માટે તનુશ્રીએ આશરે 15 કિલો વજન ઓછું કર્યું છે. એની માહિતી તનુશ્રીએ એક ઇન્ટરવ્યુમાં આપી હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]