અનુરાગ-તાપસીને ટેકો આપવા બદલ સ્વરા ટ્રોલ થઈ

મુંબઈઃ સોશિયલ મિડિયા પર દરેક મુદ્દે બિનધાસ્ત પોતાનો મત વ્યક્ત કરનારી એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા પછી ફરી એક વાર સક્રિય થઈ ગઈ છે. ફેન્ટમ ફિલ્મ્સ હેઠળ મોટા ગોટાળાની આશંકાને લઈને આવકવેરા વિભાગ ઘણો સખત છે. મંગળવારે એક્ટ્રેસ તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપના ઘરે દરોડા પડી રહ્યા છે, જેને કારણે બંને જણ ન્યૂઝમાં છે. ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુને આ મામલે સ્વરા ભાસ્કરનો ટેકો મળ્યો છે. એક્ટ્રેસે તાપસી અને અનુરાગની પ્રશંસા કરી છે, પણ સ્વરા તેના ટ્વીટ મુદ્દે ટ્રોલ પણ થઈ હતી.

એક્ટ્રેસે તાપસી માટે લખ્યું છે કે તાપસી સાહર અને દ્રઢ વિશ્વાસવાળી એક અદભુત યુવતી છે. તે મજબૂત યોદ્ધા છે અને દરોડા પછી પણ તે મજબૂત ઊભી રહી છે. તેણે અનુરાગ કશ્યપને પણ ટેકો આપ્યો હતો.

તેણે અનુરાગને ટેકો આપતાં લખ્યું હતું કે અનુરાગ  ક સિનેમાઇ ટ્રેલબ્લેઝર, એક શિક્ષક, પ્રતિભાના સંરક્ષક અને દુર્લભ નિર્મલ અને બહાદુર દિલવાલી વ્યક્તિ છે. તમને પ્રભુ વધુ શક્તિ આપે.

જોકે સ્વરા ભાસ્કરના આ ટ્વીટ તેને જ ભારે પડી રહ્યા છે. એક્ટ્રેસ ટ્વીટ મુદ્દે સોશિયલ મિડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. ટ્રોલર્સ તેમને સબક શીખવાડવાના પ્રયાસ કરી રહ્યા છે.

ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના વર્ષ 2011માં ડિરેક્ટર અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાને, પ્રોડ્યુસર મધુ મન્ટેના અને યુટીવી સ્પોટબોયના ભૂતપૂર્વ પ્રમુખ વિકાસ બહેલ કરી હતી. એને વર્ષ 2018માં એને બંધ કરી દીધી હતી.

આવકવેરા વિભાગે ફેન્ટમ ફિલ્મ્સ સહિત મુંબઈ અને પુણેમાં 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]