સુશાંત સિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિઃ એક નોખો અભિનેતા

મુંબઈઃ ગયા વર્ષે 14 જૂને 34 વર્ષીય બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત બાંદરાના તેના એપાર્ટમેન્ટમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે કુલ 12 ફિલ્મો કરી હતી, જેમાં ‘કાઇપો છે’, ‘કેદારનાથ’, ‘એમએસ ધોનીઃ ધ અનસ્ટોલ્ડ સ્ટોરી’. તેના અકાળ મૃત્યુએ લાખ્યો ચાહકો અને ટેકેદારોએ શોક વ્યક્ત કર્યો હતો. તેની પહેલી પુણ્યતિથિએ અમે તેના ગુણો વિશે તમને માહિતગાર કરીએ છીએ.

સુશાંત સિંહે પ્રખ્યાત દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી-DTUમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 2003માં DTU એન્ટ્રન્સ એક્ઝામિનેશનમાં ઓલ ઇન્ડિયામાં સાતમો ક્રમાંક હતો. એ ફિઝિક્સમાં ઓલિમ્પિયાડ વિજેતા હતો. તેણે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે એન્જિનિયરિંગ છોડ્યું હતું. તેણે કહ્યું હતું કે હું જ્યારે વર્ષ 2006માં છેલ્લા વર્ષમાં હતો, ત્યારે મેં ઘરે આ વાત કરી તો બધા સભ્યોને આઘાત લાગ્યો હતો. તેઓ મૌન રહયા, જેને મેં મૂક સંમતિ માની લીધી હતી. એ વખતે મારા પિતાએ મને કહ્યું હતું કે બેટા ડિગ્રી તો લઈ લેતો.

34 વર્ષય એક્ટરને પ્રતિષ્ઠત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી તરફથી સ્કોલરશિપ મળી હતી, પણ તેણે સ્કોલરશિપની ના પાડી હતી. એ પછી તે વર્સોવામાં એક રૂમ કિચનના પ્લેટમાં ભાડે રહેવા ગયો હતો. વર્ષ 2015માં  DTUએ 75મી વર્ષગાંઠે સુશાંત સિંહને માનદ્ ડિગ્રી આપી હતી.

જોકે SSR ઇન્ડિયન એરફોર્સમાં પાઇલટ બનવા માગતો હતો. એન્જિનિયરિંગ મારી પસંદગી નહોતી, હું તો એસ્ટ્રોનોટ બનવા માગતો હતો અને પછીથી એરફોર્સ પાઇલટ.