શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ કેસમાં ધરપકડ

બેંગલુરુઃ બોલીવૂડના મશહૂર એક્ટર શક્તિ કપૂરના પુત્ર અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને બેંગલુરુ પોલીસ દ્વારા એન્ટિ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મળેલી માહિતીને આધારે એમજી રોડ પરની એક હોટેલ પર દરોડા પાડ્યા હતા, જ્યાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે ડ્રગ્સના સેવનના સંદેહમાં 35 લોકોના સેમ્પલ્સ મોકલ્યાં હતાં. સિદ્ધાર્થ કપૂરનું સેમ્પલ્સ એ છ લોકોમાં સામેલ હતું, જેમણે ડ્રગ્સ લીધું હતું. શક્તિ કપૂરના પુત્ર અને બહેનની જેમ સિદ્ધાંત કપૂર પણ ફિલ્મી દુનિયાથી જોડાયેલો છે. સિદ્ધાંત કેટલીય બોલીવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. સિદ્ધાંતે ફિલ્મ ‘હસીના પારકર’માં બહેન શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. એ ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી. સિદ્ધાંતની ‘ચેહરે’ ફિલ્મ પણ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી. તેણે ‘ભૌકાલ’ નામની વેબ સિરીઝમાં કામ કર્યું હતું.

વર્ષ 2020માં શ્રદ્ધા કપૂરને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતથી જોડાયેલા એ ડ્રગ તપાસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. NCBની તપાસ ટીમે રાજપૂતના મોત સંબંધિત ડ્રગ્સ મામલે બોલીવૂડની સાઠગાંઠ સંબંધે તેનું અને અન્ય ફિલ્મસ્ટારો- સારા અલી ખાન, દીપિકા પદુકોણને પણ સવાલો પૂછ્યા હતા. તેમને વોટ્સએપ ચેટને આધારે ડ્રગ્સ કેસમાં આ લોકોનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં.સ્ટાર કિડ હોવા છતાં સિદ્ધાંતે તેની કેરિયરની શરૂઆત ડિસ્ક જોકી અને એ પછી આસિસ્ટન્ટ ડિરેક્ટર કરીકે બોલીવૂડના જાણીતા ડિરેક્ટરોની સાથે કરી હતી. સિદ્ધાંતે ‘ભુલ ભુલ્લયા,’ ‘ભાગંભાગ,’ ‘ચૂપ ચૂપ કે’ અને ‘ઢોલ’ ફિલ્મોમાં કામ કર્યું હતું.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]