21 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર દેખાશે રામ-લખન

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર્સ અનિલ કપૂર અને જેકી શ્રોફની સુપરહિટ જોડી 21 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર ફરી એક વખત ધૂમ મચાવશે. અનિલ કપૂર અને જેકી શ્રોફે કેટલીય સુપરહિટ ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. બોલીવૂડમાં ચર્ચા છે કે સુભાષ ઘાઈની ફિલ્મ ‘ચોર-પોલીસ’માં અનિલ કપૂર અને જેકી શ્રોફ એકસાથે કામ કરે એવી શક્યતા છે. હાલ ફિલ્મ માટે બંને સાથે વાતચીત ચાલી રહી છે.

આ એક કોમેડી ફિલ્મ છે, જેમાં અનિલ કપૂર ચોરોના પરિવાર તરફથી અને જેકી શ્રોફ પોલીસ પરિવારમાંથી હશે. આ ફિલ્મમાં બંને વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી જોવા મળશે.અનિલ અને જેકીને એકસાથે સ્ક્રીન શેર કરતાં ઘણો લાંબો સમય થયો છે. બંને એક્ટર્સ આ પ્રોજેક્ટ સાથે જોડાવા માટે તૈયાર છે.

કહેવાય છે કે ચોર પોલીસને અનીસ બઝમી અને પટ્ટુ પારેખ દ્વારા લખવામાં આવી છે. ઓ પોલીસ અને ચોરોના પરિવારની આસપાસની એક કોમેડી ફિલ્મ છે. ડિરેક્ટર રવિ જાધવની સાથે પણ વાતચીત ચાલી રહી છે. આ ફિલ્મ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે. એ ફિલ્મ અનીસ બઝમીની એક ટિપિકલ ફિલ્મ છે, જેમાં પોલીસ ચોર, પરિવાર અને એક લવ સ્ટોરી આધારિત હશે.

જેકી અને અનિલે એકસાથે છેલ્લે ફિલ્મ ‘લજ્જા’માં કામ કર્યું હતું, જે 2001માં રિલીઝ થઈ હતી.