પ્રિયંકાએ મુંબઈની પ્રોપર્ટી રૂ.7 કરોડમાં વેચી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મુંબઈના અંધેરી (વેસ્ટ)સ્થિત લોખંડવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં એની એક કમર્શિયલ હેતુ માટેની પ્રોપર્ટી રૂ. સાત કરોડમાં વેચી હોવાનો હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ છે.

આ પ્રોપર્ટી ડેન્ટિસ્ટ દંપતી ડો. નિતેશ અને ડો. નિકિતા મોટવાનીએ ખરીદી છે. આ પ્રોપર્ટી લોખંડવાલા રોડ પર વાસ્તુ પ્રીસિંક્ટ બિલ્ડિંગમાં બીજા માળ પર આવેલી છે. પ્રિયંકાની ગેરહાજરીમાં એનાં માતા ડો. મધુ ચોપરાએ આ પ્રોપર્ટી વેચાણનો સોદો પાર પાડ્યો હતો.