OTT પ્લેટફોર્મ પર રિલીઝ થતાં પહેલાં ‘પઠાન’માં થશે મોટા ફેરફાર

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાન’ની ચર્ચા હાલના દિવસોમાં સોશિયલ મિડિયા પર અને દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફિલ્મના ગીત બેશર્મ રંગ પર થયેલા વિવાદ પછી આ ફિલ્મના પ્રોડ્યુસર્સે ‘પઠાન’નું ટ્રેલર રિલીઝ ગયા સપ્તાહે રિલીઝ કરી દીધું હતું, જેને ફેન્સ ઘણું પસંદ કરી રહ્યા છે, પણ હવે આ ફિલ્મને લઈને નવું અપડેટ આવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે યશરાજ ફિલ્મ્સ (YRF) પ્રોડક્શનની ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવા પહેલાં તેમાં કેટલાક ફેરફાર કરવા નિર્દેશ આપ્યા છે.

એક નવા રિપોર્ટ અનુસાર કોર્ટે પ્રોડક્શન કંપનીને બધિર અને દ્રષ્ટિહીન લોકો માટે ફિલ્મને OTT પ્લેટફોર્મનો આનંદ લેવા માટે સબટાઇટલ ક્લોઝ કેપ્શનિંગ અને ઓડિયો વિવરણ હિન્દીમાં જોડવા કહ્યું છે. આ સિવાય YRFને ફરીથી સર્ટિફિકેટ માટે કેન્દ્રીય ફિલ્મ સર્ટિફિકેટ બોર્ડની સામે ફેરફાર પ્રસ્તુત કરવા માટે કહ્યું છે.

બાર અને બેન્ચ અનુસાર કોર્ટે નિર્માતાઓને 20 ફેબ્રુઆરી સુધી માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે અને CBFCએ 10 માર્ચ સુધી નિર્ણય લેવા માટે કહ્યું છે. જોકે કોર્ટે ‘પઠાન’ને થિયેટરો માટે સ્ક્રીનિંગ માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી, કેમ કે ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. જેનું હાલમાં ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. શાહરુખની ફિલ્મ ‘પઠાન’ એપ્રિલમાં પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. જેથી જજે કહ્યું હતું કે નિર્માતા ત્યુ સુધી ફેરફાર કરી શકે છે.