પાકિસ્તાનમાં ટીવી-સિરિયલોમાં પ્યારના દ્રશ્યો બતાવવા પર પ્રતિબંધ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ટીવી સિરિયલોમાં કિસ કરવા, ભેટવા, પ્યાર કરવાના દ્રશ્યો દર્શાવવા પર તત્કાળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશની મિડિયા રેગ્યૂલેટર એજન્સી ‘પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મિડિયા રેગ્યૂલેટરી ઓથોરિટી’એ પાકિસ્તાની ટીવી ચેનલોને આદેશ આપ્યો છે કે તેમણે સિરિયલોમાં કિસિંગ અને પ્યાર કરવાના દ્રશ્યો દર્શાવવા નહીં, કારણ કે એનાથી ઈસ્લામ ધર્મના શિક્ષણ અને પાકિસ્તાની સંસ્કૃતિનું ઉલ્લંઘન થાય છે.

મિડિયા રેગ્યૂલેટર એજન્સીએ એમ પણ જણાવ્યું છે કે પાકિસ્તાનની સિરિયલોમાં આલિંગન કરવા, કિસ કરવા, લગ્નેતર સંબંધ, અશ્લીલ કે બોલ્ડ ડ્રેસ પહેરવા, પથારીનાં દ્રશ્યો અને પરિણીત યુગલોનાં ઉત્કટ દ્રશ્યોને ગ્લેમરાઈઝ કરવામાં આવે છે.