મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે(25), બોયફ્રેન્ડનું કાર-અકસ્માતમાં નિધન

મુંબઈઃ મરાઠી ફિલ્મઉદ્યોગની યુવા અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું ગોવામાં એક દર્દનાક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ અકસ્માત ગયા સોમવારે સવારે ગોવાના બરદેજ તાલુકા નજીક અરપોરા વિસ્તારમાં બન્યો હતો. પુણેનિવાસી 25 વર્ષની ઈશ્વરી દેશપાંડેની સાથે કારમાં એનો બોયફ્રેન્ડ શુભમ દેડગે (28) પણ હતો. અકસ્માતમાં એનું પણ મૃત્યુ થયું છે. અહેવાલો અનુસાર, ઈશ્વરીની કાર બાગા ક્રીકના ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. ડૂબી ગયેલી કારમાંથી મૃતદેહ મળ્યો હતો.

પોલીસને ઊંડા પાણીમાં ડૂબી ગયેલી કારમાંથી બંનેનાં મૃતદેહ મળી આવ્યા હતા. કહેવાય છે કે ઈશ્વરી અને શુભમ જે કારમાં જતાં હતાં એની સ્પીડ વધારે હતી. જોકે કાર કોણ ચલાવતું હતું એ હજી સ્પષ્ટ થયું નથી. કહેવાય છે કે ઈશ્વરી અને શુભમ આવતા મહિને સગાઈ કરવાનાં હતાં. બંને જણ 15 સપ્ટેમ્બરે ગોવા આવ્યાં હતાં. એમણે અમુક દિવસો પહેલાં જ એમનાં મરાઠી અને હિન્દી એક્ટિંગ પ્રોજેક્ટ્સ પૂરાં કરી લીધાં હતાં. ઈશ્વરીએ ‘પ્રેમાચી સાઈડ ઈફેક્ટ્સ’ ફિલ્મ સાથે મરાઠી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું.

(તસવીર સૌજન્યઃ ઈશ્વરી દેશપાંડે ફેસબુક)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]