15-કિલો વજન ઘટી ગયું; ખુશ્બૂની અદ્દભુત કાયાપલટ

ચેન્નાઈઃ દક્ષિણ ભારતની ફિલ્મોનાં અભિનેત્રી અને ભાજપનાં નેતા ખુશ્બૂ સુંદરે એમનું 15 કિલો વજન ઉતરી ગયા બાદ માનવામાં ન આવે એવી કાયાપલટવાળી એમની એક ઝલક સોશિયલ મિડિયા પર શેર કરી છે. 51 વર્ષીય ખુશ્બૂએ એમની પહેલાંની અને વજન ઘટી ગયા બાદની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એની કેપ્શનમાં લખ્યું છે કે, ‘ત્યારે અને હવે. બહુ ખાસ ફરક નથી, માત્ર 15 કિલો હવે ઓછું થઈ ગયું છે.’ એમની આ કાયાપલટવાળી તસવીરને ફોટો-શેરિંગ વેબસાઈટ ઈન્સ્ટાગ્રામ પર લાખો લાઈક્સ મળ્યાં છે.

ખુશ્બૂએ 80ના દાયકામાં બાળકલાકાર તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ હિરોઈન તરીકે એમની પહેલી ફિલ્મ હતી ‘જાનૂ’ (1985) જેમાં એમનો હિરો હતો જેકી શ્રોફ. તે પછી એમણે દક્ષિણ ભારતની ફિલ્મોની રાહ પકડી હતી. ત્યાં એમણે રજનીકાંત, કમલ હાસન, વિજયકાંત, સરથકુમાર, ચિરંજીવી, અંબરીષ, પ્રભુ જેવા અનેક અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. રજનીકાંત સાથે એમની નવી તામિલ ફિલ્મ આવી રહી છે. તે ઉપરાંત એક તેલુગુ ફિલ્મમાં પણ એમણે કામ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]