‘ક્લચ’માં શું હોય છે?ના હેમાના જવાબથી અમિતાભ અવાક

નવી દિલ્હીઃ દર્શકોના ફેવરિટ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝનના સ્પેશિયલ એપિસોડમાં આ વખતે હેમા માલિની આવવાની છે. અમિતાભ બચ્ચનની સામે હેમા માલિની આવશે તો ‘શોલે’નું રિ-યુનિયન થશે. આ શોમાં KBCમાં ગેમ રમવાની સાથે-સાથે હેમા માલિની અને અમિતાભ બચ્ચન- બંને મળીને ‘શોલે’ના સુપરહિટ ડાયલોગ્સ બોલતા જોવા મળશે. આ શોમાં હેમા માલિની ધર્મેન્દ્રના શોલેના ડાયલોગ્સ પણ બોલશે. આ એપિસોડના પ્રોમોએ દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે, જેમાં યજમાન અમિતાભ બચ્ચન એ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં દેખાં દેશે કે મહિલાઓના ક્લચમાં શું હોય છે. હેમા પોતાના જવાબથી સુપરરસ્ટારને અવાક છોડી દેશે.

હેમાજી, હું પૂછવા માગતો હતો કે કેટલીય વખત મહિલાઓ ઘરથી બહાર નીકળતા ક્લચ હાથમાં પકડીને ચાલે છે, ત્યારે અમિતાભ થોડોક સમય અટકે છે, ત્યારે હેમા તેમને અધવચ્ચે અટકાવતાં કહે છે કે મારા ક્લચમાં શું છે?  હા, હું એ જ પૂછવા માગતો હતો, અમિતાભ કહે છે એ એટલું નાનું હોય છે કે એમાં શું મૂકી શકાય?

એ ક્લચમાં લિપસ્ટિક અને થોડાં નાણાં હોય છે, એમ હેમા કહે છે.

અમિતાભા હેમાને પૂછે છે કે જ્યારે તમે ઘરની બહાર નીકળવા તૈયાર થાઓ છો તો તમારે લિપસ્ટિકની જરૂર કેમ છે?  ત્યારે અચાનક હેમા કહે છે, અમારે ટચિંગ કરવાની જરૂર રહે છે. આ જવાબથી અમિતાભ અવાક થાય છે.

આ શોમાં હેમા માલિની અને રમેશ સિપ્પી જીતેલી રકમ હેમા માલિની ફાઉન્ડેશનમાં દાન કરશે. હેમા માલિની ફાઉન્ડેશન મથુરામાં બાળકોના શિક્ષણ અને સારવાર માટે કામ કરે છે.