રોબર્ટ પેટિનસન અભિનીત ‘ધ બેટમેન’નું ટ્રેલર રિલીઝ-કરાયું

લોસ એન્જેલીસઃ મેટ રીવ્સ દ્વારા દિગ્દર્શિત ‘ધ બેટમેન’ ફિલ્મનું પહેલું ફૂલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બેટમેનની ભૂમિકા રોબર્ટ પેટિનસન ભજવી છે. પેટિનસન તાજેતરમાં ‘ટેનેટ’ ફિલ્મમાં ચમક્યો હતો. ‘ધ બેટમેન’નું ટ્રેલર શનિવારે રાતે લોસ એન્જેલીસ શહેરમાં એક ખાસ કાર્યક્રમમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

ટ્રેલરમાં જોઈ શકાય છે કે બેટમેનનું કોસ્ચ્યુમ પહેરેલો પેટિનસન એના દુશ્મનો સાથે અહિંસક ક્રૂરતાપૂર્વક લડે છે. બેટમેન શ્રેણીની અગાઉની ફિલ્મ જેવા જ એક્શન દ્રશ્યો આ નવી ફિલ્મમાં પણ જોવા મળશે. ‘ધ બેટમેન’માં ખલનાયક પાત્ર રીડલર (પૌલ ડાનો) અને કેટવુમન સેલિના કાઈલ (ઝો ક્રેવિટ્ઝ)ની પણ મુખ્ય ભૂમિકા છે. ‘ધ બેટમેન’ 2022ની 4 માર્ચે અમેરિકાના થિયેટરોમાં રિલીઝ થશે.