દીપિકાની ‘ગેહરાઈયાં’ ફિલ્મ કચરો, પોર્નોગ્રાફી જેવીઃ કંગના

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે સાથી અભિનેત્રી દીપિકા પદુકોણની નવી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ગેહરાઈયાં’ને કચરો કહી છે અને તેને પોર્નોગ્રાફી સાથે સરખાવી છે.

કંગનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર લખાણ મૂક્યું છે. એમાં તેણે લખ્યું છે કે, દીપિકા, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે અભિનીત ‘ગેહરાઈયાં’ ગઈ કાલથી જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરાઈ છે. ફિલ્મની વાર્તા નવી પેઢીનાં લોકોમાં સંબંધોની મુંઝવણ અને નાદાનપણા વિશે છે. કંગનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીઝ પર આ ફિલ્મની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એણે લખ્યું છે કે, ‘મિલેનિયમ/નવી પેઢી અને શહેરી ફિલ્મોના નામ પર મહેરબાની કરીને આવો કચરો ન વેચો. ખરાબ ફિલ્મો ખરાબ જ હોય છે. ગમે તેટલું શરીર કે પોર્નોગ્રાફી બતાવો, એને વેચી નહીં શકો. આ ફિલ્મમાં (depth – ઊંડાણ) ‘ગેહરાઈયાં’ જેવું કંઈ જ નથી’. હવે જોવાનું એ છે કે શું દીપિકા કંગનાનાં આ પ્રત્યાઘાતનો વળતો જવાબ આપશે કે નહીં. આમેય, ‘ગેહરાઈયાં’ ફિલ્મને મિડિયા-રિવ્યૂમાં કોઈ ખાસ વાહ-વાહ મળી નથી. દર્શકોનો પ્રતિસાદ પણ સાદો જ રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]