હૃતિક રોશનની ભૂતપૂર્વ-પત્ની સુઝેન બીજાં લગ્ન કરશે?

મુંબઈઃ બોલીવુડ અભિનેતા હૃતિક રોશન અને તેની પત્ની સુઝેન ખાને 13 વર્ષનાં લગ્નજીવનનો અંત લાવી 2013માં છૂટાછેડા લઈ લીધાં હતાં. જોકે તે પછી પણ બંને જણ અવારનવાર મળતાં રહ્યાં છે. વીતેલા વર્ષોનાં અભિનેતા સંજય ખાનની પુત્રી તથા સુઝેન ખાન ઈન્ટીરિયર અને ફેશન ડિઝાઈનર છે અને હૃતિકથી એને બે પુત્ર થયા છે – રીદાન અને રેહાન, જે બંને સુઝેનની સાથે રહે છે. એવા અહેવાલ હતા કે હૃતિક અભિનેત્રી સાબા આઝાદ સાથે ડેટિંગ કરી રહ્યો છે. અને હવે એવો અહેવાલ છે કે સુઝેન અભિનેતા અર્સલન ગોનીને ડેટ કરે છે. અર્સનલ સાથે પોતાની તસવીરને ખુદ સુઝેને જ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. એ સાથે જ એ બંને વચ્ચે રિલેશનશિપ હોવાની વાતોને સમર્થન મળ્યું હતું. હવે એવી ચર્ચા થઈ રહી છે કે સુઝેન અને અર્સલન લગ્ન કરવાનાં છે.

તે અહેવાલ અંગે અર્સલને એક મુલાકાતમાં કહ્યું કે, ‘આ વિશે મારે કંઈ પણ કહેવું નથી. મને મારી અંગત જિંદગી વિશે કંઈ બોલવું ગમતું નથી. આવી અફવા કોણ ફેલાવે છે એની મને ખબર નથી. એવાં લોકો આવી વાતો શા માટે કરે છે એ પણ મને સમજાતું નથી. એ લોકોને મારી વિનંતી છે કે આ બધી વાતો મને પણ જણાવો. મને મારા મિત્રોનાં પરિવાર વિશે પણ બોલવું ગમતું નથી.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]