બેચેની લાગતાં દીપિકાને હોસ્પિટલમાં જવું પડ્યું: અહેવાલ

હૈદરાબાદઃ અમુક અહેવાલો મુજબ, બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ તેની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ (કામચલાઉ નામ)નું અહીં શૂટિંગ કરતી હતી ત્યારે એનાં હૃદયનાં ધબકારા વધી જતાં અને થોડીક બેચેની જેવું લાગતાં એને તરત જ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ત્યાં જરૂરી સારવાર અપાયાં બાદ ડિસ્ચાર્જ કરાયા બાદ દીપિકા સેટ પર પાછી ફરી હતી. દીપિકા કે એનાં પરિવાર તરફથી આ અહેવાલો અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

‘પ્રોજેક્ટ K’ ફિલ્મમાં એ દક્ષિણી અભિનેતા પ્રભાસ સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ મહત્ત્વની ભૂમિકા છે. આ ઉપરાંત દીપિકા ‘પઠાણ’ ફિલ્મમાં પણ કામ કરી રહી છે જેમાં એની સાથે શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ છે. એક અન્ય ફિલ્મ છે ‘ધ ઈન્ટર્ન’. એમાં તેની સાથે અમિતાભ બચ્ચન છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]