બર્ગર કિંગનો ફ્રી ‘જુગાડ’: ઋતિકે કહ્યું, આ સારું નથી કર્યું

નવી દિલ્હીઃ અમેરિકાની બર્ગર બનાવતી કંપની બર્ગર કિંગનો એક ‘જુગાડ’-એડવર્ટાઇઝમેન્ટ વિવાદોમાં આવ્યો છે. સોશિયલ મિડિયા પર ઋતિક-બર્ગર કિંગના આ એડ વિવાદને કારણે ઘણો હંગામો થઈ ગયો છે. બોલીવૂડના અભિનેતા ઋતિક રોશનની સાથે બર્ગર કિંગે એક જુગાડ એડવર્ટાઇઝમેન્ટ તૈયાર કરી લીધી છે. ઋતિક રોશને આ જુગાડ પર વાંધો ઉઠાવ્યો છે.વાસ્તવમાં ઋતિક રોશન ફિલ્મ સિટીમાં ‘વોર’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એ જ વખતે બર્ગર કિંગને ઋતિક રોશનની સાથે એક એડ શૂટ કરવાની તક મળી હતી. બર્ગર કિંગે હાલમાં જ એક જુગાડ એડવર્ટાઇઝમેન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એમાં ઋતિક રોશન બર્ગર કિંગની એક એડ કરતો નજરે ચઢે છે. સોશિયલ મિડિયા પર એ એડનો વિડિયો વાઇરલ થઈ ગયો છે. આ વિડિયોને જોઈને દરેક કંપની જાહેરાત કરવાના આઇડિયાને પસંદ કરી રહી છે.

વેનિટી વેનમાંથી બહાર આવતાં જ બોલીવૂડ સેલિબ્રિટી ઋતિક રોશન ત્યાં હાજર ફોટોગ્રાફરને પોઝ આપવા રોકાય છે. એ દરમ્યાન જેવા ફોટો ક્લિક થવા લાગ્યા, પાછળથી બર્ગર કંપનીએ પોતાના એક બોર્ડનો ફોટો પણ એની સાથે ક્લિક કરાવી દીધો. ઋતિક રોશન આ વાતથી બિલકુલ અજાણ્યો હતો કે એની પાછળ કંઈક એવું થઈ રહ્યું છે. આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે ઋતિક રોશન ફાસ્ટ ફૂડ ચેઇન બર્ગર કિંગની એડ કરી રહ્યો છે. ઋતિકે ટ્વિટર પર આ વિડિયો શેર કરતાં લખ્યું હતું કે બર્ગર કિંગે સારું નથી કર્યું. ઋતિક આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં બર્ગર કિંગે લખ્યું હતું કે માફ કરી દે ઋતિક, આ સિવાય અમારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]