તમારા ‘મનોરંજન’ માટે અડધાથી વધુ જિંદગી કાઢીઃ શાહરુખ

મુંબઈઃ શાહરુખ ખાનના ફેન્સ તેની કેરિયરના 29 વર્ષ 25 જૂને પૂરા થવા પર જશ્ન મનાવી રહ્યા છે. શાહરુખ ખાને ઋષિ કપૂર અને દિવ્યા ભારતી સ્ટારર ફિલ્મતી બોલીવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ પ્રસંગે ફેન્સ સતત 29 Gloden Years of SRK ટ્રેન્ડ કરી રહ્યા છે. એની સાથે શાહરુખ ખાનના ફોટો અને પોસ્ટરની ઇન્ટરનેટ પર ભરમાર થઈ ચૂકી છે. એક ફેન ક્લબે એક વિડિયો ખૂબસૂરત એડિટ કર્યો છે, જે શાહરુખ ખાનની સફરને બખૂબી દર્શાવે છે. ફેન્સનો આટલો પ્રેમ જોઈને શાહરુખ ખાન ભાવુક થયો હતો અને તેણે બધાનો આભાર માન્યો હતો.

શાહરુખ ખાને એટ ટ્વીટ કરીને લખ્યું હતું કે કામ કરી રહ્યો છું. હમણાં તમારો આ પ્રેમ જોયો, જે તમે 30 વર્ષ સુધી મારી પર ન્યોછાવર કરતા રહ્યા છો. કાલે થોડો સમય કાઢીને તમારી સાથે વાત કરીશ. આ પ્રેમ માટે આભાર, એની બહુ જરૂર હતી.

ભલે ‘દીવાના’ ફિલ્મનું ટાઇટલ શાહરુખ ખાનની ભૂમિકા પર આધારિત હતું, પણ ફિલ્મમાં તે સેકન્ડ લીડ તરીકે હતો. એ દિવસથી આજ સુધી શાહરુખ ખાનના સ્ટારડમને આંચ નથી આવી.

કેટલાંક કારણોને કારણે બોલીવૂડને આજ સુધી બીજો શાહરુખ ખાન નથી મળી શક્યો. તેની પાસે કોઈ ગોડફાધર નહોતો.શાહરુખે જ્યારે બોલીવૂડમાં ડગ માંડ્યાં, ત્યારે તેની પાસે કોઈ ભલામણ નહોતી. તેણે પોતાના દમ પર સફળતા મેળવી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]