(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-31 જાન્યુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)
દિલીપ આર. ઠક્કર (દ્વારકા)
સવાલઃ ‘A’ સર્ટિફિકેટ મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ કઈ? એના નિર્માતા, નિર્દેશક, મુખ્ય કલાકારો કોણ હતા? જવાબઃ 1950ની હંસતે આંસુ ભારતની પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનાર ફિલ્મ હતી. એના નિર્માતા-નિર્દેશક હતા કે.બી. લાલ. ફિલ્મના મુખ્ય કલાકારો હતા – મોતીલાલ, મધુબાલા, મનોરમા, ગોપ, મિર્ઝા, મુશર્રફ, કુક્કૂ અને જાનકીદાસ. |