‘ટોટલ ધમાલ’નું ‘સ્પીકર ફટ જાયે’ ગીતઃ અનિલ-માધુરીની જોડી હજી પણ એટલી જ તાજી લાગે છે

મુંબઈ – આગામી હિન્દી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું બીજું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતની કડી છે ‘સ્પીકર ફટ જાયે’.

ગીતની વિશેષતા એ છે કે એમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતને ઘણા વર્ષો બાદ ફરી, એમની જૂની સ્ટાઈલમાં નાચતાં શકાય છે. ગીતનો આરંભ અજય દેવગનથી કરાયો છે, પણ ગીતનું ફોકસ અનિલ અને માધુરી પર જ રાખવામાં આવ્યું છે.

‘ટોટલ ધમાલ’ આવતી 22 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

નવા ગીતમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારોને ડાન્સ કરતાં જોઈ શકાય છે.

ગીતની સાથે ફિલ્મનાં લીડ એક્ટર્સ – અનિલ અને માધુરી તથા અજય દેવગન અને ઈશા ગુપ્તાની કેમિસ્ટ્રી પણ સરસ લાગે છે.

મ્યુઝિક પરથી જ કહી શકાય કે આ ડાન્સિંગ સોન્ગ છે.

ગીતમાં ફિલ્મના અન્ય કલાકારો પણ નાચતા દેખાય છે, જેમ કે અર્શદ વારસી, રીતેષ દેશમુખ, જાવેદ જાફરી અને સંજય મિશ્રા.

નિર્માતાઓ આ પહેલાં આ જ ફિલ્મનાં અન્ય બે ગીત ‘પૈસા યે પૈસા’ અને ‘મુંગડા’ રિલીઝ કરી ચૂક્યા છે. આ બંને ગીત પણ જૂની હિન્દી ફિલ્મોનાં સુપરહિટ ગીતોનાં રીમેક છે. ‘મુંગડા’ ગીત આઈટમ સોન્ગ છે અને એમાં સોનાક્ષી સિન્હાએ ડાન્સ કર્યો છે.

(જુઓ ‘સ્પીકર ફટ જાયે’ ગીતની વિડિયો ઝલક)

httpss://youtu.be/p251FpIFi_4

(જુઓ સોનાક્ષી સિન્હા અભિનીત ‘મુંગડા’ ગીતની વિડિયો ઝલક)

httpss://youtu.be/iD63CfkizWM

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]