બોલીવૂડ અભિનેત્રી નીતુ કપૂરે ખરીદી આ લક્ઝરી કાર

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી નીતુ કપૂરે એક નવી લક્ઝરી કાર-મર્સિડીઝ મેબેક GLS 600 ખરીદી છે. એ એડવાન્સ ફીચર્સથી લેન્સ કારની કિંમત રૂ. 2.92 કરોડની આસપાસ છે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં મુંબઈમાં તેમણે પોતાની નવી બ્રાન્ડ- નવી કારનો વિડિયો શેર કર્યો હતો. સ્ટાઇલમાં બદલાવની સાથે નવી મર્સિડીઝ મેબેક GLS આવી ગઈ છે. અભિનંદન નીતુ, તમારી કેરિયરની જેમ તમારી ડ્રાઇવ પણ ઝગારા મારે છે.

મર્સિડીઝ-બેન્ઝ મેબેક GLS જર્મન ઓટોમેકરની સૌથી વધુ લક્ઝ્રુરિયસ SUV છે. આ SUVના માલિક અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના અને રણવીર સિંહ સહિત અનેક બોલીવૂડ હસ્તીઓ છે. એ મેબેક હેઠળ પહેલી SUV છે. અને એમાં વેન્ટિલેટેડ મસાજ સીટ્સ, ઇલેક્ટ્રોનિક સ્લાઇડિંગ પેનોરામિક સનરૂફ, 12.3 ઇન્ચ ડ્યુઅલ-સ્ક્રીન ડિસ્પ્લે અને લાઇટિંગના વિવિધ વિકલ્પોની સાથે બહુ લક્ઝુરિયસ આરામ અને ટેક્નિકલ ખૂબીઓ છે.

આ સિવાય મર્સિડીઝની આ લક્ઝરી કારમાં પાછળ બેસનારા પેસેન્જર્સ માટે આ ગાડીમાં ખાસ વ્યવસ્થા છે. આ SUVમાં ગ્રાહકો બેક્સીટ ટેબ્લેટ સ્ક્રીન રિયર સીટસ મળે છે, જેની મદદથી પાછળ બેઠેલા પેસેન્જર સરળતાથી કારના અનેક ફીચર્સને એક્સેસ કરી શકે છે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો કારમાં ઓડિયો, ક્લાયમેટ કન્ટ્રોલ, એબિયન્ટ લાઇટિંગ, સનશેડ અને નેવિગેશન ફીચર આપવામાં આવે છે. આટલું જ નહીં, બલકે SUVમાં એક ફોલ્ડિંગ ટેબલ અને એક નાનું રેફ્રિજરેટર પણ મળે છે. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નીતુ કપૂરને છેલ્લે 2022માં અનિલ કપૂરની સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળી હતી. તે હવે મિલિંદ ધાયમડે દ્વારા નિર્દેશિત લેટર ટુ મિ. ખન્નામાં દેખાં દેશે.