સંગીતકાર બપ્પી લાહિરીનું મુંબઈની હોસ્પિટલમાં નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીનું ગઈ કાલે રાતે અત્રે વિલે પારલેના જુહૂ વિસ્તારસ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં નિધન થયું છે. એ 69 વર્ષના હતા. એમને સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો હતી. એમને લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પરંતુ મંગળવારે એમની તબિયત બગડી હતી અને એમના પરિવારજનોએ ડોક્ટરને ઘેર બોલાવ્યા હતા. એમને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મધરાતના થોડા જ સમય પૂર્વે એમણે આખરી શ્વાસ લીધો હતો, એમ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. દીપક નામજોશીએ પીટીઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું.

બપ્પી લાહિરીએ 80 અને 90ના દાયકામાં ભારતમાં ડિસ્કો સંગીતને લોકપ્રિય બનાવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]