અક્ષયકુમારની ‘રાઉડી રાઠોર’ને 9-વર્ષ થયા; આવશે સિક્વલ

મુંબઈઃ 2012માં આવેલી મસાલા મનોરંજક હિન્દી ફિલ્મ ‘રાઉડી રાઠોર’ની સિક્વલ બનાવવાનું નક્કી થયું છે. 9 વર્ષ પહેલાં પ્રભુદેવાના દિગ્દર્શનમાં બનેલી ‘રાઉડી રાઠોર’માં અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની જોડી હતી. એ ફિલ્મ 2006માં આવેલી તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક હતી. હવે ‘રાઉડી રાઠોર’ રિલીઝ થયાના 9 વર્ષે તેની સિક્વલ બનાવાશે એ અહેવાલોને મૂળ તેલુગુ ફિલ્મના લેખક કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે સમર્થન આપ્યું છે.

પ્રસાદે બાહુબલી ફિલ્મની પટકથા પણ લખી હતી. એમણે કહ્યું છે કે અક્ષય કુમાર અભિનીત ‘રાઉડી રાઠોર 2’નું શૂટિંગ 2022ના અંત ભાગમાં શરૂ કરાશે. સિક્વલ માત્ર હિન્દી આવૃત્તિને લગતી જ હશે. હું હાલ એ માટેની પટકથા લખી રહ્યો છું. સંજય ભણસાલીએ મારો સંપર્ક કર્યો હતો અને સિક્વલની પટકથા લખવાનું મને કહ્યું હતું. મારે સ્ક્રિપ્ટ જલદી પૂરી કરવાની છે. નવી ફિલ્મ ‘રાઉડી રાઠોર’ની વાર્તાને આગળ ધપાવનારી નહીં હોય. એની વાર્તા સાવ નવી જ હશે. સ્ક્રિપ્ટ હું અમુક મહિનાઓમાં પૂરી કરી દઈશ પછી 2022ના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરાય એવી ધારણા છે.

(ફાઈલ તસવીરો)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]