અક્ષયકુમારે ‘રક્ષાબંધન’નું શૂટિંગ પૂરું કર્યું

મુંબઈઃ અક્ષય કુમાર બોલીવુડમાં એવો એક અભિનેતા છે જે વર્ષમાં 6-7 ફિલ્મનું શૂટિંગ કરે છે. દરેક ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાની તેની ઝડપ પ્રશંસનીય છે. ત્રણ દિવસ પહેલાં એણે ‘પ્રોડક્શન 41’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું અને હવે એણે ‘રક્ષા બંધન’ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું કરી લીધું છે.

‘રક્ષા બંધન’માં એક ભાઈ અને બહેનનાં સ્નેહભર્યાં સંબંધની વાર્તા છે. ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ. રાયે કર્યું છે જ્યારે પટકથા હિમાંશુ શર્માએ લખી છે. ફિલ્મમાં અક્ષય અને ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં છે. અક્ષયની બહેનોની ભૂમિકા કરી છે સહજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખતીબ અને સ્મૃતિ શ્રીકાંતએ. ફિલ્મ આવતા વર્ષે 11મી ઓગસ્ટે રિલીઝ કરાશે. આનંદ રાય સાથે અક્ષયની આ બીજી ફિલ્મ છે. રાયની ‘અતરંગી રે’ ફિલ્મમાં એની સાથે સારા અલી ખાન અને ધનુષ પણ કામ કરી રહ્યાં છે. અક્ષયની ‘સૂર્યવંશી’ પાંચ નવેમ્બરે, ‘અતરંગી રે’ નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં રિલીઝ થશે, ‘પૃથ્વીરાજ’ આવતા વર્ષની 21 જાન્યુઆરીએ, ‘બચ્ચન પાંડે’ 2022ની 4 માર્ચે, ‘રામ સેતુ’ 2022ની 24 ઓક્ટોબરે રિલીઝ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]