અક્ષય, કેટરિનાની ‘સૂર્યવંશી’ રૂ. 100 કરોડની ક્લબમાં સામેલ

મુંબઈઃ અક્ષયકુમાર અને કેટરિના કૈફની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘સૂર્યવંશી’ નોંધપાત્ર કમાણી કર રહી છે. રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ દિવાળીની પાંચ નવેમ્બરે રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાને લીધે પાંચ દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. કોરોના રોગચાળા પછી સૌપ્રથમ વાર કોઈ ફિલ્મ આટલા મોટા સ્તરે થિયેટરોમાં રિલીઝ થઈ છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ જણાવ્યું હતું કે ગયા શુક્રવારે રિલીઝ થયેલી ‘સૂર્યવંશી’એ પાંચમા દિવસે કુલ રૂ. 11.22 કરોડનો વકરો કર્યો હતો. જે પછી આ ફિલ્મની કમાણી રૂ. 102.81 કરોડે પહોંચી છે.આ ફિલ્મ પહેલા સપ્તાહમાં આશરે રૂ. 120 કરોડની કમાણી કરી લેશે, એમ તેમણે કહ્યું હતું.

‘સૂર્યવંશી’ની કમાણી શુક્રવારે રૂ. 26.29 કરોડ, શનિવારે 23.85 કરોડ, રવિવારે રૂ. 26.94 કરોડ, સોમવારે રૂ. 14.51 કરોડ અને મંગળવારે રૂ. 11.22 કરોડનું કલેક્શન કર્યું હતું. ‘સૂર્યવંશી’એ કેટલાંક રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધપાત્ર કમાણી કરી હતી. દિલ્હી, પંજાબ અને ઉત્તર ભારતમાં ફિલ્મને ગુજરાત અને મહારાષ્ટ્ર જેટલો રિસ્પોન્સ નહોતો મળ્યો.

‘સૂર્યવંશી’ ખરેખર તો ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પણ કોરોના રોગચાળાને લીધે ફિલ્મની રિલીઝને ટાળી દેવામાં આવી હતી.

આ ફિલ્મમાં અક્ષયકુમાર ATS ચીફના રોલમાં છે. આ ફિલ્મની વાર્તા એન્ટિ ટેરર ઓપરેશમન પર આધારિત છેઅક્ષય પર મુંબઈને આતંકવાદી હુમલામાંથી બચાવવાની જવાબદારી છે. 1993માં થયેલા બોમ્બધડાકામાં એક ટન RDX આવ્યું હતું, જેમાં 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવવ્યો હતો.