શનાયા કપૂરે કારકિર્દીની-પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈઃ બોલીવુડમાં એક વધુ સ્ટાર-સંતાનનું આગમન થયું છે. અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે અભિનયક્ષેત્રે પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ કર્યું છે. અભિનેતા અનિલ કપૂરના નાના ભાઈ તથા ‘રાજા’, ‘ઔઝાર’, ‘મેરે સપનોં કી રાની’ જેવી ફિલ્મોના અભિનેતા સંજય કપૂરે દીકરી શનાયાને સોશિયલ મિડિયા મારફત શુભેચ્છા આપી છે અને મહેનત કરવાની એને સલાહ આપી છે. નિર્માત્રી અને કોરિયોગ્રાફર ફરાહ ખાન, અનન્યા પાંડેના માતા ભાવના પાંડે, શનાયાનાં માતા મહીપ કપૂરની સહેલી નીલમ કોઠારી સહિત અનેક જણે પણ શનાયાનાં અભિનંદન અને શુભેચ્છા આપ્યાં છે.

શનાયાએ નિર્માતા કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ફિલ્મ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મના દિગ્દર્શક શશાંક ખૈતાન છે. શનાયાએ અગાઉ નેટફ્લિક્સ ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગીલ ગર્લ’માં સહાયક ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]