વોશિંગ્ટનઃ ટેસ્લાના CEO એલન મસ્કે વ્યાપક વિરોધ વચ્ચે ગુરુવારે ‘વિશિષ્ટ સરકારી કર્મચારી’ તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સરકાર દ્વારા થતા ફિજુલ ખર્ચ ઘટાડવાનો મોકો આપવા બદલ આભાર માન્યો.
તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે વિશિષ્ટ સરકારી કર્મચારી તરીકે મારો નિર્ધારિત સમયગાળો પૂરો થયો છે, તેથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો મોકો આપવા બદલ આભાર માનું છું.
મસ્કે કહ્યું હતું કે તેઓ 24/7 કામમાં વ્યસ્ત છે. અને કોન્ફરન્સ રૂમમાં સૂઈ રહ્યા છે, કારણ કે વોશિંગ્ટનમાં વિતાવેલા સમય બાદ તેઓ કોર્પોરેટ જીવનમાં પાછા ફર્યા છે. મસ્કની અત્યંત કડક કામની સંસ્કૃતિ હવે મદદરૂપ બની રહી છે, કારણ કે આ અબજોપતિએ ઘણી લથડતી કંપનીઓ સાથે સંભાળવી પડી રહી છે।
મસ્કના જણાવ્યા અનુસાર સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ Xને મોટા ઓપરેશનલ સુધારાઓની જરૂર છે. ઇન્વેસ્ટર્સ રાહત અનુભવતા દેખાય છે, કેમ કે હવે મસ્ક પોતાનું ધ્યાન દૈનિક કામ પર કેન્દ્રિત કરી રહ્યા છે. મસ્કની એકમાત્ર જાહેરમાં ટ્રેડ થતી કંપની ટેસ્લાના શેર છેલ્લા મહિને 25 ટકા વધ્યા છે.
મસ્કે ટ્રમ્પના વ્યાપક કર અને ખર્ચ કાપ પેકેજ વિશે ચિંતાની વાત કરતાં મંગળવારે પ્રકાશિત કરેલા વિડિયોમાં કહ્યું હતું કે તેમને લાગે છે કે આથી અમેરિકાનો બજેટ ખાધ વધશે અને સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રયાસોને નુકસાન પહોંચશે.
