નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો અને અધ્યક્ષ તરફ પેપર ફેંકવાને મામલે આઠ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે હિબી ઈડન, અમરિંદર સિંહ રાજા વરિંગ, માણિકમ ટાગોર, ગુરજિત સિંહ ઔજલા, પ્રશાતં પોડોલે, એસ. વેન્કટેશ્વરન, ડીન કુરિયોકોસ અને કિરણ કુમાર રેડ્ડી સહિત આઠ વિપક્ષી સાંસદોને સત્રના બાકી સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની કાર્યવાહી આજ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી લોકસભામાં ચીનનો મુદ્દો ઉઠાવ્યો. લોકસભામાં બોલતાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાને લગતો છે — પાકિસ્તાન, ચીન અને અમારા વચ્ચેના સંબંધો. આ લેખમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, જેને મેં ચકાસ્યો છે. તેમાં વડા પ્રધાનની પ્રતિક્રિયા વિશે વાત કરવામાં આવી છે.
Amid heavy disruptions, the government moved a motion to suspend eight Congress MPs from the Lok Sabha for the remainder of the Budget Session for throwing papers at the Chair.
The MPs suspended today are: Manickam Tagore, Hibi Eden, Amarinder Singh Raja Warring, Gurjeet Aujla,… https://t.co/xoTgmp7SJM pic.twitter.com/NmaVBOg1fL
— Harsh Kumar (@itsmeharsh_09) February 3, 2026
અમારા રાષ્ટ્રપતિનું ભાષણ આજે ભારત જે માર્ગ પર ચાલવું જોઈએ તે પર કેન્દ્રિત હતું. વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય મામલાઓમાં મુખ્ય મુદ્દો ચીન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ છે. આ જ અમારા રાષ્ટ્રપતિના ભાષણનું કેન્દ્રબિંદુ છે. હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે ચીન અને ભારત વચ્ચે જે થયું અને તેના પર અમારા વડા પ્રધાનની શી પ્રતિક્રિયા હતી, તેના પર મને બોલવા દેવામાં આવે. મને કેમ અટકાવવામાં આવી રહ્યો છે?

રાહુલ ગાંધીના આ મુદ્દે બોલવા પર ભાજપના સાંસદોએ વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ બહાર આવીને ટ્રેડ ડીલ અંગે મિડિયાથી વાત કરી. તેમણે કહ્યું હતું કે વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિના ભાષણ પર બોલવાની પરવાનગી આપવામાં આવી નથી. નરેન્દ્ર મોદીજીએ આ વેપાર કરારમાં તમારી મહેનત વેચી દીધી છે, કારણ કે તેમની છબિ ખરાબ થઈ ગઈ છે. તેમણે દેશને વેચી દીધો છે.




