ફિલિપાઈન્સમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

ફિલિપાઈન્સના મિંડાનાઓમાં શનિવારે (2 ડિસેમ્બર) 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ રાત્રે 8:07 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનમાં 50 કિલોમીટરની ઊંડાઈ પર હતું.

ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)એ આ ભૂકંપની તીવ્રતા 7.5 અને તેનું કેન્દ્રબિંદુ 63 કિલોમીટરની ઉંડાઈ પર હોવાનું જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી હતી. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતા સામાન્ય કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે. ફિલિપાઈન્સમાં આ ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે અપડેટ આવવાનું બાકી છે.