8 August ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા ‘છત્રોં કી ગુંજ’ કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચૂપકીદી પર સવાલો ઉઠાવ્યા છે. રવિવારે એટલે કે 9 August 2026 ના રોજ પોતાની પોસ્ટમાં વિપક્ષી નેતાએ યુવાનોનો અવાજ ઉઠાવતા સરકાર સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીનો દર્દ અને વ્યવસ્થાની નિષ્ફળતા
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં એક વિદ્યાર્થી સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા લખ્યું, હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી… ગઈકાલે પ્રયાગરાજમાં એક વિદ્યાર્થીએ મને આ જ કહ્યું. વર્ષોની તૈયારી, ઘરની જમીન વેચી દીધી, માતા-પિતાનું દેવું અને છતાં હાથમાં કંઈ જ નથી. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, આ હાર એ વિદ્યાર્થીની નથી પરંતુ એ વ્યવસ્થાની હાર છે જેણે તેની મહેનતનું મૂલ્ય આપવાનો ઇનકાર કરી દીધો છે.
देश के छात्रों ने system के फैलाए अंधेरे के बीच, अपने डर का सामना कर, रौशनी की मशाल जलाई है।
ये मशाल अब पूरे देश को अपने अधिकारों का रास्ता दिखा रही है।
BJP-RSS और अडानी के System को अब खतम, tata, bye-bye कहने का वक्त आ गया है। pic.twitter.com/MqFtLgMgUg
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2026
’13 દિવસ થયા પણ એક શબ્દ ન બોલ્યા’: રાહુલ ગાંધીના ગૃહમંત્રી પર પ્રહારો
ગૃહમંત્રીની મૌન નીતિ પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ લખ્યું, તેર દિવસ થઈ ગયા. ગૃહમંત્રી અમિત શાહના મોંમાંથી એક શબ્દ નથી નીકળ્યો. મોદીજી માફી માંગવાને બદલે ક્ષમા વહેંચી રહ્યા છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને વધુમાં લખ્યું, અમિત શાહજી, એવું ન સમજતા કે અમે જવાબદેહી માંગવાનું બંધ કરી દઈશું. રાજધાનીના રસ્તાઓ પર બાળકો પર લાકડીઓ અને પેલેટ ચલાવવામાં આવ્યા અને તમે એક શબ્દ ન કહ્યો. આજે નહીં તો કાલે, આ ગુનાનો જવાબ તમારે આપવો જ પડશે. વિદ્યાર્થીઓ દેશનો પ્રકાશ છે, અને હું તેમની પૂરી શક્તિ સાથે ઊભો છું.
“अब मेरे पास कोई रास्ता नहीं बचा” – कल प्रयागराज में एक छात्र ने मुझसे यही कहा। सालों की तैयारी, घर की ज़मीन बेची, माँ-बाप का कर्ज़ और फिर भी हाथ में कुछ नहीं।
यह हार उसकी नहीं है। यह उस व्यवस्था की हार है जिसने उसकी मेहनत का दाम देने से इनकार कर दिया।
तेरह दिन हो गए – गृह…
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2026
પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનું સંબોધન
શનિવારે વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે અલાહાબાદ યુનિવર્સિટી દેશની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટી ગણાતી હતી. તેમણે યુવાનો સાથે દર્દ, ડેટા અને સંપત્તિ (દૌલત) વિષય પર ચર્ચા કરી હતી.
યુવા શક્તિ: ભારતમાં વિશ્વની સૌથી મોટી યુવા શક્તિ છે જે દેશની વાસ્તવિક તાકાત છે. અમેરિકા, રશિયા અને ચીન પણ ભારતના યુવાનો સામે કંઈ નથી.
રોજગારીની સ્થિતિ: દેશમાં દર 1000 યુવાનોમાંથી માત્ર 12 યુવાનોને જ કાયમી (પરમેનન્ટ) નોકરી મળે છે.
પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓની દૈનિક સમસ્યાઓ, ભવિષ્યનો દ્રષ્ટિકોણ અને ડેટા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક વાતચીત કરી હતી.




