સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં મોદી સરકારને મોટી જીત મળી છે. દિલ્હી સર્વિસ બિલ પાસ કરાવવામાં સરકારને સફળતા મળી છે. બિલની તરફેણમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા. દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલ 2023 લોકસભા દ્વારા પહેલાથી જ પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે તે કાયદાનું સ્વરૂપ લેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું.
#WATCH | Rajya Sabha passes Delhi Services Bill with Ayes-131, Noes-102. pic.twitter.com/9Zv4jzi8IF
— ANI (@ANI) August 7, 2023
દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગ અંગેના વટહુકમના સ્થાને વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે ગુરુવારે લોકસભા દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષી ગઠબંધન ‘India’ના પક્ષોએ બિલ પસાર કરવાના સરકારના પગલાને નિષ્ફળ બનાવવાના તમામ શક્ય પ્રયાસો કર્યા. સંખ્યાત્મક તાકાત એનડીએની તરફેણમાં રહી.