નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પર ભૂટાનમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ઘટનાની પાછળ રહેલા કાવતરાખોરોને બિલકુલ છોડવામાં નહીં આવે. બધા જવાબદાર લોકોને ન્યાયના દાયરામાં લાવવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે આજે હું અહીં ખૂબ જ ભારે દિલથી આવ્યો છું. ગઈ કાલે સાંજે દિલ્હીમાં થયેલી ભયાનક ઘટનાએ દરેકના મનને ગ્લાનિથી ભરી દીધા છે. હું પીડિત પરિવારજનોની પીડા સમજું છું. દેશ આજે તેમની સાથે છે. ગઈ કાલે રાત્રે હું તમામ તપાસ એજન્સીઓ અને મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. વિચારોનું મંથન ચાલી રહ્યું હતું, માહિતીઓના તાર જોડવામાં આવી રહ્યા હતા. એજન્સીઓ આ ષડયંત્રના મૂળ સુધી જશે. અને જેના પણ પાછળ હાથ હશે, તેમને છોડવામાં નહીં આવે.તેમણે વધુમાં કહ્યું હતું કે ગઈ કાલે રાતઆખી હું તપાસમાં સંલગ્ન તમામ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો. સતત ચર્ચા-વિચારણા થઈ રહી હતી, માહિતીઓ એકઠી અને જોડવામાં આવી રહી હતી. અમારી એજન્સીઓ આ ષડયંત્રની ગંભીરતા સુધી જઈને સત્ય બહાર લાવશે.
Speaking in Thimphu, Bhutan. Watch. https://t.co/nLu0f5q5WY
— Narendra Modi (@narendramodi) November 11, 2025
તેમણે કહ્યું હતું કે આજનો દિવસ ભૂટાન માટે, ભૂટાનના રાજ પરિવારમાં માટે અને વિશ્વ શાંતિમાં વિશ્વાસ રાખનારા દરેક માટે ખૂબ જ મહત્વનો છે. સદીઓથી ભારત અને ભૂટાન વચ્ચે અત્યંત ગાઢ, આત્મીય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. તેથી આ મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજર રહેવું, ભારત અને મારા માટે પ્રતિબદ્ધતા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય કે મારું જન્મસ્થાન વડનગર બુદ્ધ પરંપરાથી જોડાયેલું છે. મારી કર્મભૂમિ વારાણસી, પણ બુદ્ધ ભક્તિનું સ્થાન છે. તેથી આ સમારોહમાં આવવું મારા માટે ખાસ છે. શાંતિ માટે મારી પ્રાર્થના અને આ દીપક ભૂટાન તેમ જ વિશ્વના દરેક ઘરને પ્રકાશિત કરે.




