મુંબઈ: દીપિકા પાદુકોણ તાજેતરમાં જ બેંગલુરુમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં જોવા મળી હતી. બેંગલુરુમાં તેના માતા-પિતાના ઘરે થોડા દિવસો રહ્યા બાદ દીપિકા સોમવારે મુંબઈ પરત ફરી છે. દીપિકા જ્યારે બેંગલુરુથી મુંબઈ પાછી આવી ત્યારે તે એરપોર્ટ પર દીકરીને લઈને જતી જોવા મળી હતી. દીપિકાએ દુઆને ખોળામાં પકડી હોય તેવી તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
દીપિકાના એરપોર્ટ લુકની પણ ચર્ચા થઈ રહી છે. તેણે રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે દુઆને પોતાના ખોળામાં એવી રીતે પકડી રાખી હતી કે તેનો ચહેરો પાપરાઝીને દેખાય નહિં. દીકરીને ખોળામાં લઈને એરપોર્ટ બહાર આવીને દીપિકા સીધી પોતાની કારમાં બેસી ગઈ હતી. તેણે પાપારાઝી માટે પોઝ આપ્યો ન હતો. દીપિકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેના પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.