ક્રિકેટનું મેદાન છોડી ટીવી મનોરંજન પીચમાં પ્રવેશ કરશે આ ક્રિકેટર

ભારતીય ક્રિકેટ ટીમના હિટમેન રોહિત શર્મા દર્શકોનું મનોરંજન એક અનોખી રીતે કરશે. રાહિત શર્મા ટીવી પર એક શૉ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે ‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’.

ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્મા ટીવી પર પોતાના નામે એક શો લોન્ચ કરી રહ્યા છે. આ શોનું નામ ‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’છે. આ શો તેમનો પહેલો ઓન-સ્ક્રીન દેખાવ હશે.

‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’એ પહેલી વાર બનશે જ્યારે હિટમેન રોહિત શર્મા ક્રિકેટ છોડીને નાના પડદા પર દેખાશે. તે 19 સપ્ટેમ્બર, 2026 ના રોજ પ્રીમિયર થનારા શોમાં હોસ્ટ તરીકે જોડાશે. આ શોમાં રસપ્રદ પડકારો અને મનોરંજક વાતચીતો છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

રોહિત શર્માનો શો ‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’સોની પિક્ચર્સ ટેલિવિઝન દ્વારા નિર્મિત છે. આ શો ટેલિવિઝન અને ડિજિટલ બંને પ્લેટફોર્મ પર પ્રસારિત થશે. દર્શકો તેને સોની લિવ પર જોઈ શકે છે. આ શો શનિવાર અને રવિવારે રાત્રે 9:30 વાગ્યે પ્રસારિત થશે.

તાજેતરમાં, ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ટીવી પર ડેબ્યૂ કર્યું હોવાના સમાચાર છે. તેઓ ‘રાઇઝ એન્ડ ફોલ 2’શોની નવી સીઝનમાં હોસ્ટ તરીકે જોડાયા છે.આ શૉમાં કરણ પટેલ, સ્વરા ભાસ્કર, અર્ચના ગૌતમ, રજત દલાલ અને અનમ દરબાર પણ જોવા મળશે.આ શો 26 સપ્ટેમ્બર, 2026 ના રોજ પ્રીમિયર થવાનો છે.