ખ્યાતિ કેસના આરોપી કાર્તિક પટેલના કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલ દ્વારા અલગ અલગ 12 મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલમાં કાર્તિક પટેલના કહેવાથી જ તમામ કામગીરી થતી હતી. આરોપીના વકીલ અંકિત શાહે રજૂઆતમાં જણાવ્યું હતું કે, રિમાન્ડ આપવા કે નહીં તે કેસની હકીકત અને પુરાવા પર આધારિત હોય છે. ગઈકાલે સવારે કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.