લખનૌઃ ઉત્તર પ્રદેશના લખનૌના બંથરાના ગુદૌલી ગામમાં પરિવારના છ સભ્યોની હત્યાના મામલે બે પ્રત્યક્ષદર્શી સહિત આ લોકોની સાક્ષીના પુરાવાએ આરોપીઓને સજા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોર્ટે શુક્રવારે પરિવારના છ સભ્યોની હત્યા બદલ એક દંપતીને ફાંસીની સજા કરી હતી. કોર્ટે અજય સિંહ અને પત્ની રૂપા સિંહને માતાપિતા, ભાઇ અરુણ સિંહ, તેમની પત્ની, બે બાળકોની હત્યા માટે ૨૦૨૪ની ૧૬ ડિસેમ્બરે દોષિત ઠેરવ્યા હતા. અજય, પત્ની રૂપા અને તેમના પુત્રએ હત્યાનું ષડયંત્ર રચીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
પોલીસની ચાર્જશીટ અને ફોરેન્સિક રિપોર્ટે પણ કેસને નક્કર આધાર આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ એમકે સિંહે જણાવ્યું હતું કે તેમણે બે પ્રત્યક્ષદર્શી સહિત આઠ સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. બે પ્રત્યક્ષદર્શીઓમાં એક દુકાનદાર રામ લખન સિંહ અને ગ્રામ પ્રધાન આનંદ સાહુ હતા.
આ કેસ અમર સિંહની પુત્રી દુર્ગાવતીએ કહ્યું હતું કે મા રામદુલારી, પિતા અમરસિંહની હત્યે તેને અનાથ કરી દીધી હતી. આ હત્યાકાંડનો રિપોર્ટ નોંધાવનાર દુર્ગાવતે જણાવ્યું હતું કે તે ફાંસીની સજાથી સંતુષ્ટ છે.